શોધખોળ કરો

માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ

ધોરણ 9 થી 12 ની શાળાઓમાં 'સ્કૂલ વેલનેસ ટીમ' અને 'મનો-મિત્ર' ફરજિયાત, જાણો સરકારની નવી ગાઈડલાઈન વિશે બધું જ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વનો નિર્ણય લીધો.
  • શાળાઓમાં સ્કૂલ વેલનેસ ટીમ, મનો-મિત્ર અને કાઉન્સેલર ફરજિયાત.
  • માર્ક્સ આધારે ભેદભાવ પર પ્રતિબંધ, સકારાત્મક વાતાવરણનો આગ્રહ.
  • તાલીમ, બેદરકારી પર કાર્યવાહી, કલેક્ટરની દેખરેખ ફરજિયાત.

Gujarat school wellness team: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આજકાલ પરીક્ષા અને ભણતરના વધતા જતા ભારણને કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.

આ સમસ્યાને ગંભીરતાથી લઈને સરકારે ધોરણ 9 થી 12 ની શાળાઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવેથી શાળાઓમાં માત્ર વિદ્યાર્થીઓના માર્ક્સ પર જ નહીં, પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

શિક્ષણ બોર્ડના નિયમોમાં મોટો ફેરફાર

શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974 માં નવો વિનિયમ-16(અ) ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને NCERT ના 'UMMEED' (ઉમ્મીદ) મોડલ પર આધારિત છે.

આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ આપવાનો અને આત્મહત્યા જેવા ગંભીર બનાવોને અટકાવવાનો છે. નિયમ મુજબ, જો કોઈ વિદ્યાર્થી હતાશા કે તણાવમાં હોય, તો તેની વહેલી ઓળખ કરીને તેને યોગ્ય સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.

દરેક શાળામાં બનશે 'સ્કૂલ વેલનેસ ટીમ' અને 'મનો-મિત્ર'

નવા નિયમ મુજબ, રાજ્યની દરેક નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) બનાવવી ફરજિયાત રહેશે. આ ટીમના લીડર તરીકે શાળાના આચાર્ય રહેશે.

આ ટીમમાં શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાંથી જ પસંદ કરાયેલા 'મનો-મિત્ર' (પીઅર મોનિટર) સામેલ હશે. આ 'મનો-મિત્ર' સાથી વિદ્યાર્થીઓને ભાવનાત્મક ટેકો આપશે અને તેમના પ્રશ્નો સાંભળશે.

આ ઉપરાંત, જે શાળામાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હશે, ત્યાં એક લાયકાત ધરાવતા કાઉન્સેલર અથવા મનોવૈજ્ઞાનિકની નિમણૂક કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. 100 થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાએ નજીકના આરોગ્ય કેન્દ્ર સાથે જોડાણ કરવાનું રહેશે.

માર્ક્સ કે પરિણામના આધારે ભેદભાવ પર પ્રતિબંધ

આ નવી જોગવાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓના માર્ક્સ કે શૈક્ષણિક દેખાવના આધારે તેમને અલગ બેસાડી શકાશે નહીં. વર્ગખંડમાં કોઈ પ્રકારનું વિભાજન (સેગ્રીગેશન) કરી શકાશે નહીં.

ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન કરવું કે અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરીને તેને નીચો દેખાડવો તે હવે ગુનો ગણાશે. શાળાએ વિદ્યાર્થીઓનું ગૌરવ જળવાય તેવું સકારાત્મક વાતાવરણ ઊભું કરવું પડશે.

વિદ્યાર્થીઓનું મન પ્રફુલ્લિત રહે તે માટે રમતગમત, યોગ, ધ્યાન, સંગીત અને એન.સી.સી. જેવી ઈતર પ્રવૃત્તિઓ નિયમિત કરાવવી પડશે. તેમજ શાળામાં હેલ્પ બોક્સ અને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરો પણ ફરજિયાત દર્શાવવા પડશે.

શિક્ષકોને અપાશે ખાસ તાલીમ અને કડક કાર્યવાહી

આ નિયમોના પાલન માટે શાળાના તમામ સ્ટાફને વર્ષમાં 2 વાર માનસિક સ્વાસ્થ્ય અંગેની ખાસ તાલીમ આપવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થીમાં આપઘાતના કે હતાશાના લક્ષણો દેખાય, તો તેને તાત્કાલિક સાયકોલોજિકલ ફર્સ્ટ એઈડ આપવી પડશે.

જો શાળાની બેદરકારીને કારણે કોઈ વિદ્યાર્થી ગંભીર નુકસાન કે આત્મહત્યાનો શિકાર બનશે, તો તેને 'સંસ્થાકીય દોષ' (Institutional Fault) ગણવામાં આવશે. આવા કિસ્સામાં જવાબદાર શાળા સંચાલકો કે અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

કલેક્ટરની દેખરેખ હેઠળ થશે કડક મોનિટરિંગ

વિદ્યાર્થીઓની કોઈ પણ ખાનગી માહિતી કે કાઉન્સેલિંગની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની રહેશે. તેમજ શાળામાં રેગિંગ, સાયબર બુલિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટે એક મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે.

આ સમગ્ર માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે કે નહીં, તે જોવા માટે જિલ્લા સ્તરે એક ખાસ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટર રહેશે અને તેમના આદેશોનું પાલન તમામ શાળાઓ માટે ફરજિયાત રહેશે.

Frequently Asked Questions

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં કયો નવો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે?

રાજ્ય સરકારે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના માનસિક તણાવને ઘટાડવા અને તેમના માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે નિર્ણય લીધો છે. આનો હેતુ તેમને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે.

'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) શું છે અને તેમાં કોનો સમાવેશ થશે?

તે દરેક શાળામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ફરજિયાત બનાવેલી ટીમ છે. આ ટીમમાં આચાર્ય, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાયેલા 'મનો-મિત્ર' સામેલ હશે.

શાળામાં માનસિક સ્વાસ્થ્ય સહાય માટે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શું વ્યવસ્થા રહેશે?

100 કે તેથી વધુ વિદ્યાર્થીઓવાળી શાળામાં લાયકાત ધરાવતા કાઉન્સેલર અથવા મનોવૈજ્ઞાનિક રાખવા ફરજિયાત છે. 100 થી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાએ નજીકના આરોગ્ય કેન્દ્ર સાથે જોડાણ કરવાનું રહેશે.

શું શાળામાં વિદ્યાર્થીઓને તેમના માર્ક્સના આધારે ભેદભાવનો સામનો કરવો પડશે?

ના, નવા નિયમ મુજબ વિદ્યાર્થીઓના માર્ક્સ કે શૈક્ષણિક દેખાવના આધારે તેમને અલગ બેસાડી શકાશે નહીં. ઓછા માર્ક્સ લાવનારનું જાહેરમાં અપમાન કરવું કે સરખામણી કરવી તે ગુનો ગણાશે.

Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર

Embed widget