Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખાસ કરીને મગફળીને લઇને રાજ્ય સરકાર ખેડૂતોને એક પછી એક રાહત આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ પણ જાહેર કરેલુ છે. હવે આ મામલે કૃષિ મંત્રીએ પણ મગફળીની ખરીદી અંગે એક મહત્વની જાહેરાત કરી દીધી છે. 

Continues below advertisement

તાજેતરમાં જ કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વની જાહેરાત કરી છે, રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અંગે મોટી રાહત આપી છે. જાહેરાત કરતાં તેમને જણાવ્યું કે, SMS મળ્યાના 15 દિવસ સુધી ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચી શકશે, એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂત માટે સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મેસેજ મળ્યાના સાત દિવસ સુધી મગફળી વેચવાની સમય મર્યાદા હતી, જોકે, હવે મેસેજ મળ્યા 15 દિવસ સુધી ગમે ત્યારે મગફળી વેચી શકશે.

રાહત સહાય પેકેજ અંગે કૃષિ મંત્રીની મોટી જાહેરાત - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આપદાની વેળાએ ધરતીપુત્રોની સાથે રહીને આપેલા આ ઉદારતમ પેકેજ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે.

Continues below advertisement

બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરીને રાજ્યના ખેડૂતો પર આવી પડેલી વિપદામાં સમગ્રતયા 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે.