શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ ત્રણ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા.
  • રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છથી સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા.
  • રાજ્યમાં કુલ 32 શંકાસ્પદ કેસ, 7 પુષ્ટિ, 3 મૃત્યુ થયા.
  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને જનજાગૃતિ અભિયાન તેજ.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ ત્રણ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે બાળકોમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો નોંધાયા છે, જ્યારે કચ્છના ગાંધીધામ નજીક ગળપાદર ગામમાં 10 વર્ષના બાળકમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા છે. ત્રણેય બાળકોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ કેસ નોંધાયા

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ તાલુકામાં એક બાળક અને સુરેન્દ્રનગર તાલુકામાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. બંને બાળકોના સેમ્પલ એકત્ર કરીને ગાંધીનગરમાં આવેલી રાજ્ય સ્તરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગની ટીમોએ બંને વિસ્તારોમાં પહોંચીને સર્વેલન્સ, ઘર-ઘર મુલાકાત અને સ્થાનિક લોકોને જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે.

રાજ્યમાં અત્યાર સુધી 32 શંકાસ્પદ કેસ

આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાંથી 7 કેસની પુષ્ટી થઈ છે. જ્યારે આ વાયરસના કારણે અત્યાર સુધી 3 લોકોના મોત નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ તમામ શંકાસ્પદ કેસ પર સતત નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

કચ્છમાં પણ 10 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો

સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ગાંધીધામ નજીક આવેલા ગળપાદર ગામના 10 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. બાળકને તાત્કાલિક ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલ પણ ગાંધીનગરમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

આરોગ્ય વિભાગ એલર્ટ

ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી વધુ તેજ કરી છે. તબીબી ટીમો દ્વારા બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોને મચ્છર અને જીવાતોથી સુરક્ષિત રાખવા તેમજ તાવ, ઉલટીટી, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ શું છે?

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે. અત્યાર સુધીમાં કુલ 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 7 કેસની પુષ્ટિ થઈ છે અને 3 લોકોના મોત નોંધાયા છે.

તાજેતરમાં કયા વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે?

તાજેતરમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે બાળકોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. ઉપરાંત, કચ્છના ગાંધીધામ નજીક ગળપાદર ગામમાં પણ 10 વર્ષના બાળકમાં સમાન લક્ષણો નોંધાયા છે.

આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસના કેસો અંગે શું પગલાં લઈ રહ્યું છે?

આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી તેજ કરી છે. શંકાસ્પદ કેસોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને લોકોને જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે.

ચાંદીપુરા વાયરસથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ?

લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોને મચ્છર અને જીવાતોથી સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. તાવ, ઉલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget