Gujarat: રાજ્યની વર્કિંગ વૂમન માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, રાજ્ય સરકારે રાજ્યના મહાનગરોમાં સખી નિવાસ બનાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. માહિતી પ્રમાણે, રાજ્ય સરકારે રાજ્યમાં મહિલાઓ માટે મહાનગરોમાં 10 સખી નિવાસ બનાવવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણય મહાનગરોમાં વર્કિંગ વૂમનની વધતી સંખ્યાના કારણે લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરમાં 2- 2 સખી નિવાસ બનાવવામાં આવશે, આ ઉપરાંત રાજ્યમાં ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં 1 - 1 સખી નિવાસ બનાવાશે. રાજ્ય સરકારે રાજ્યમાં વર્કિંગ વૂમનની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સખી નિવાસ બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.


રાજ્યના માર્ગોના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલે 2213 કરોડથી વધુ રૂપિયા કર્યા મંજૂર


ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના માર્ગોના વિકાસ માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. મેટ્રો શહેરને જોડતા આઠ માર્ગોને 247 કરોડના ખર્ચે પહોળા કરવામાં આવશે. તે સિવાય અધતન વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજીથી ત્રણ સ્ટેટ હાઇવેની કામગીરી માટે 66 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા. બંદરો, ઔધોગિક વિસ્તારોને જોડતા માર્ગોને 147 કરોડના ખર્ચે ફોર લેન કરાશે. 105 કરોડ રૂપિયાના ખર્ચે ટુરિઝમ સર્કીટને જોડતા માર્ગોને પહોળા કરાશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૯૧૯ કિલોમીટર લંબાઇના ૯૪ માર્ગોના વિકાસ માટે રર૧૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, ૧૦ મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના ૯૪ કામો માટે આ માતબર રકમ મંજૂર કરી છે.


એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે ૧૭ જિલ્લાઓમાંથી પસાર થતા ૩૭ રસ્તાઓની ર૮૯.૩ર કિ.મીટર લંબાઇને ૧૦ મીટર પહોળા કરવા માટે ૪૬૭.૦૯ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.તે સિવાય  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે.


ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા ૮ રસ્તાઓની ૧૧૭.૭૧ કિલોમીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે ર૪૭.૩પ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ૩ સ્ટેટ હાઇવેઝની ૧૬.૪૦ કિ.મીટર લંબાઇની કામગીરી માટે ૬૬ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. મુંન્દ્રા, દહેજ પોર્ટ તથા સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા ૧૦ રસ્તાઓની ૧૭૭.પ૦ કિલોમીટર લંબાઇના ફોરલેન તથા ૧૦ મીટર પહોળા કરવા માટે ૧૪૬.૮૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.


રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટુરિસ્ટ સર્કીટને જોડતા ૧૦ માર્ગોની ૧૪ર.૪૬ કિલોમીટર લંબાઇને ૧૦ મીટર પહોળા કરવા માટે ૧૦પ.ર૮ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.    સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા ૩ રસ્તાઓની ૭૧.૭૩ કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે ૪૪પ.રપ કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે. આ ઉપરાંત મહેસાણા-પાલનપુર સીક્સલેન રોડને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ફલાય ઓવર/વી.યુ.પી અને પૂલના નિર્માણ માટે ૪૬પ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. રાજ્યના વાપી, વલસાડ, રાધનપુર, અમરેલી, લુણાવાડા, સંતરામપુર અને લુણી તથા મોટા કાંડાગરા જેવા સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન/બાંધકામ હેતુસર ૧પ૮.૧પ કરોડ રૂપિયા તેમજ ડૂબાઉ પુલના સ્થાને હાઇ લેવલ પુલ, પુલોના મજબૂતીકરણ, રસ્તાઓ પહોળા કરવાના કામો માટે પણ મુખ્યમંત્રીએ ૧૧ર.૦૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.