Gujarat thunderstorm alert June 4: હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ, આવતીકાલે એટલે કે ૪ જૂનના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર રહી શકે છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં છૂટાછવાયો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બાકીના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે.

ગુજરાતમાં IPL મેચ પર વરસાદનો ભય: આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી શકે છે, કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે IPL મેચના આયોજન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેતા વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. અમદાવાદમાં તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

આજે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના?

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

જ્યારે, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવી છે. જોકે, ૯ જૂનથી વરસાદનું જોર ઘટી શકે છે. આ વરસાદ ઉનાળાની આકરી ગરમીમાંથી લોકોને રાહત આપશે તેવી અપેક્ષા છે, પરંતુ અમુક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે.