શોધખોળ કરો

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

Gujarat weather change today: રાજકોટમાં કરા પડ્યા તો મહીસાગરમાં વાવાઝોડાથી હાઈવે જામ; વરસાદથી લોકોને ઉકળાટમાંથી હાશકારો મળ્યો, પણ વાવણીને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં કાળઝાળ ગરમી પછી વાતાવરણમાં મોટો પલટો.
  • રાજકોટ, મહિસાગર, પંચમહાલ સહિત અનેક જિલ્લામાં વરસાદ.
  • વાવાઝોડાથી વૃક્ષો પડ્યા, રસ્તા બંધ, ખેડૂતો ચિંતિત બન્યા.

Gujarat weather change today: આખો દિવસ કાળઝાળ ગરમી અને ઉકળાટ સહન કર્યા પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મહેસાણા, રાજકોટ, પંચમહાલથી લઈને મહીસાગર અને અમરેલી સુધીના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને કારણે સામાન્ય લોકોને ગરમીમાંથી તો બહુ મોટી રાહત મળી ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ વાવાઝોડાના કારણે ક્યાંક વૃક્ષો પડ્યા છે તો બીજી તરફ જગતનો તાત એટલે કે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજ પડતા જ વાતાવરણ બદલાયું હતું. સાંજે 7:20 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરમાં અચાનક ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા અને કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા, જેથી શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. જ્યારે રાજકોટના જસદણ, આટકોટ, જંગવડ, વીરનગર અને બળધોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને રાજકોટ-ભાવનગર હાઇવે પર અને સરધારના ગ્રામ્ય વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના બાબરા, વડિયા અને બગસરા પંથકમાં (ખારી સહિતના ગામોમાં) પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જોકે, આ વરસાદને કારણે ખેડૂતો મૂંઝાયા છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે, ત્યારે અત્યારે પડેલા વરસાદ બાદ વાવણી કરવી કે નહીં તે તેમના માટે મોટો પ્રશ્ન બની ગયો છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં તો ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મલેકપુર હાઇવે પર પાદેડી ગામ પાસે એક વિશાળ વૃક્ષ પડવાને કારણે મુખ્ય માર્ગ જ બંધ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયા બાદ ગોધરા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ

છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પણ સાંજના સમયે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા અને ઊંઝા સહિતના વિસ્તારોમાં દિવસભરની ગરમી બાદ વરસાદ પડતા લોકોને શાંતિ થઈ હતી. અરવલ્લી જિલ્લાના માલપુરમાં અને તેના ગ્રામ્ય પંથક જેવા કે સજ્જનપુર અને ટીસ્કીમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એકંદરે, આખા રાજ્યમાં વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટમાંથી સારો એવો હાશકારો મળ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટાનું મુખ્ય કારણ શું છે?

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ સહન કર્યા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કઈ મુખ્ય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે?

કમોસમી વરસાદને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસતું હોવાથી, અત્યારે પડેલા વરસાદ બાદ વાવણી કરવી કે નહીં તે તેમના માટે મોટો પ્રશ્ન બની ગયો છે.

રાજ્યના કયા વિસ્તારોમાં કરા સાથે વરસાદ નોંધાયો છે?

સૌરાષ્ટ્રમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર અને સરધારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, રાજકોટના જસદણ, આટકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.

વાવાઝોડાને કારણે કયા જિલ્લામાં માર્ગ અવરોધાયો હતો?

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે મલેકપુર હાઇવે પર પાદેડી ગામ પાસે એક વિશાળ વૃક્ષ પડવાને લીધે મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget