શોધખોળ કરો

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે રાજ્ય માટે આગામી બે દિવસનું મહત્વપૂર્ણ હવામાન અપડેટ જાહેર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોન્સૂન ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
  • ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ.
  • માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે રાજ્ય માટે આગામી બે દિવસનું મહત્વપૂર્ણ હવામાન અપડેટ જાહેર કર્યું છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં 8 અને 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક સક્રિય હવામાન સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. તેના કારણે 8 અને 9 ઓગસ્ટે અનેક વિસ્તારોમાં મેઘમહેર, વીજળીના ચમકારા અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

  • 8 ઓગસ્ટે: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા.
  • 9 ઓગસ્ટે: વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ભારે વરસાદની આગાહી અને દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા મુજબ અત્યાર સુધી ગુજરાત રિજિયનમાં સામાન્યની સરખામણીએ 31 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં હજુ પણ 15 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે, જેના કારણે આ વિસ્તારમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો- Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

લોકોને સાવચેતી રાખવાની અપીલ

ગાજવીજ, વીજળી પડવાની અને ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને જરૂર વગર ખુલ્લા મેદાનોમાં ન જવા, વૃક્ષ નીચે આશરો ન લેવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની અપીલ કરી છે.

Advertisement

ટોપ સ્ટોરી

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ
Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
Embed widget