અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉપરાંત હવામાન વિભાગના મોડલે પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે.

Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 5 જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવોથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
7 અને 8 જૂને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનું અનુમાન
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગનું શું છે અનુમાન
હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખા એક્ટિવ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat:રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ, 8 જૂન સુધી ભરાશે ફોર્મ
હવામાન વિભાગ મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ
દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ તોફાની પવન સાથે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે નર્મદા, ડાંગ અને તાપીમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગના આંકડા મુજબ 18 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં નોંધાયો છે, જ્યાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.પંચમહાલ જિલ્લાના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.મોરવા હડફ અને ધનસુરા તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને દાહોદ તાલુકામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આ ઉપરાંત સાઠંબા, માલપુર અને વિજયનગર તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ અને બોડેલી તેમજ અરવલ્લીના ઈડર, મેઘરજ અને શામળાજી વિસ્તારમાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
Frequently Asked Questions
રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી ક્યારે કરવામાં આવી છે?





















