હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આનાથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, જેનાથી લોકોને ગરમીમાં રાહત મળશે.
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
Gujarat weather forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, આવતીકાલે 4 જૂને કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા.

- હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી.
- ગાજવીજ સાથે વરસાદથી તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થશે.
- આજે 11 જિલ્લામાં 50-60 કિમી પવન સાથે વરસાદ પડશે.
- 4 જૂન આસપાસ કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે.
Gujarat weather forecast: હવામાન વિભાગે ગુજરાતના લોકોને ગરમીથી મોટી રાહત આપતા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે 3 જૂને 11 જેટલા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ કારણે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, જેનાથી લોકોને ગરમીમાં રાહત મળશે. સારા સમાચાર એ પણ છે કે, 4 જૂનની આસપાસ કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે.
આજે ક્યાં કેવું વાતાવરણ રહેશે તેની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છ જેવા વિસ્તારોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આવતીકાલે પણ રાજ્યમાં આવો જ વરસાદી માહોલ અને વાવાઝોડાની અસર જળવાઈ રહેશે.
અમદાવાદની વાત કરીએ તો આગામી 24 કલાક સુધી શહેરમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે એક-બે રાઉન્ડ વરસાદ આવી શકે છે. ગઈકાલે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઘટીને 37 ડિગ્રી નોંધાયું હતું, અને તેમાં હજુ પણ ઘટાડો થવાની આશા છે. જોકે, 6 જૂનથી વરસાદનું જોર ઘટવા લાગશે. ત્યારબાદ માત્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં જ છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે બાકીનું વાતાવરણ સૂકું થઈ જશે. થોડા દિવસ ગરમી ઘટ્યા બાદ ફરીથી તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે વાતાવરણમાં આ ફેરફાર પાછળ હાલમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. આ પરિસ્થિતિ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ માહોલ બનાવી રહી છે. આવતીકાલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જાય ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતની વાત કરીએ તો, અહીં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે.
આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Frequently Asked Questions
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
ગુજરાતમાં આ વરસાદી વાતાવરણનું મુખ્ય કારણ શું છે?
વાતાવરણમાં આ ફેરફાર પાછળ હાલમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. આ પરિસ્થિતિ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ માહોલ બનાવી રહી છે.
કેરળ અને ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે?
4 જૂનની આસપાસ કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે.
અમદાવાદમાં આગામી 24 કલાક માટે હવામાન કેવું રહેશે?
અમદાવાદમાં આગામી 24 કલાક સુધી આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. ગાજવીજ સાથે એક-બે રાઉન્ડ વરસાદ આવી શકે છે.






















