Gujarat Weathe: ગુજરાતમાં મેઘરાજાની સવારીને લઈને હવામાન વિભાગે વધુ એક તાત્કાલિક આગાહી (Nowcast) જાહેર કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આજે સાંજે 4:00 વાગ્યે જાહેર કરાયેલા આ લેટેસ્ટ બુલેટિન મુજબ, આગામી 3 કલાક એટલે કે સાંજના 7:00 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જેને ધ્યાનમાં રાખીને અમુક જિલ્લાઓમાં ખાસ 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.

Continues below advertisement

લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. નવસારી, ડાંગ, તાપી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં 5 થી 15 મીમી પ્રતિ કલાકની તીવ્રતાથી વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં વસતા નાગરિકોને હવામાનના આ બદલાવ પ્રત્યે વિશેષ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

Continues below advertisement

વરસાદની સાથે આ દક્ષિણના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવી ગાજવીજની પણ પૂરી શક્યતા છે. જો કે, રાહતની વાત એ છે કે અહીં વાદળથી જમીન પર વીજળી પડવાની સંભાવના 30% કરતાં ઓછી દર્શાવવામાં આવી છે. તેમ છતાં, સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય સાવચેતી રાખવી અત્યંત જરૂરી ગણાવાઈ છે.

બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે 5 મીમી પ્રતિ કલાકથી ઓછી તીવ્રતા ધરાવતો હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં આ હળવા ઝાપટાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં પણ પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકની વાત કરીએ તો અહીંના અનેક જિલ્લાઓમાં મેઘાવી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનના કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જશે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદની વકી છે. જેમાં સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ અને આપણું અમદાવાદ સામેલ છે. અમદાવાદ સહિતના આ શહેરોમાં સાંજના સમયે હળવાં ઝાપટાં પડવાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી શકે છે.

આ નાઉકાસ્ટ બુલેટિનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે તમામ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે વરસાદ અને ગાજવીજ દરમિયાન જરૂરી સાવચેતી રાખવી. ખાસ કરીને જ્યારે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થતા હોય ત્યારે ખુલ્લામાં રહેવાનું ટાળવું અને કોઈ સુરક્ષિત ઇમારતમાં જ આશ્રય લેવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ હવામાનમાં મોટો પલટો: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી