શોધખોળ કરો

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ

gujarat sudden weather change: મહીસાગર-અરવલ્લીમાં વાવાઝોડાથી વીજળી ડૂલ, જીતપુરમાં ભારે પવન અને વરસાદ વચ્ચે અંતિમ સંસ્કાર કરવા પડ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ.
  • અમદાવાદ, ગાંધીનગર સહિત વિસ્તારોમાં વીજળી ડૂલ, જનજીવન પ્રભાવિત.
  • મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ.
  • અરવલ્લીમાં કરા સાથે વરસાદ, સ્મશાનમાં અંતિમ ક્રિયામાં મુશ્કેલી.

gujarat sudden weather change: ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. વાતાવરણમાં આવેલા આ ફેરફારથી ક્યાંક ધૂળની ડમરીઓ ઊડી છે તો ક્યાંક કરા પણ પડ્યા છે. ભારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ છે, જેનાથી સામાન્ય જનતા અને ખાસ કરીને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીંના ઈસ્કોન, SG હાઈવે, ગોતા, સાયન્સ સિટી અને થલતેજ જેવા વિસ્તારોમાં અચાનક જ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની ગતિ એટલી વધારે હતી કે રસ્તા પર જતા દ્વિચક્રી વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. આ તરફ પાટનગર ગાંધીનગરમાં પણ વાતાવરણ પલટાયું છે અને અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની એન્ટ્રી લીધી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, મલેકપુર, કડાણા, સંતરામપુર, બાલાસિનોર, ખાનપુર, વીરપુર, ગોધર અને કોઠંબા પંથકમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. અચાનક ફૂંકાયેલા આ વાવાઝોડા અને વરસાદના કારણે આખા મહીસાગર જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બીજી તરફ પંચમહાલ જિલ્લાના ગોધરા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રાતના સમયે પવન સાથે વરસાદ નોંધાયો છે. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે, જ્યારે વડાલી પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.

આ બધામાં સૌથી ખરાબ સ્થિતિ અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે. અહીંના ભિલોડા તાલુકાના મણીનગર કંપામાં તો અચાનક જ કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મોડાસા, માલપુર અને શામળાજીમાં ભારે પવન ફૂંકાતા ચોતરફ ધૂળની ડમરીઓ ઊડી હતી અને વાવાઝોડાને પગલે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. મેઘરજ પંથકના જીતપુર, ઈસરી અને રેલ્લાવાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ દરમિયાન સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય જીતપુર ગામમાં જોવા મળ્યું, જ્યાં ભારે પવન અને ચાલુ વરસાદ વચ્ચે સ્મશાનમાં એક મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો હતો, વરસાદના કારણે અંતિમ ક્રિયા કરવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ હવામાનમાં કેવો ફેરફાર જોવા મળી રહ્યો છે?

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અચાનક ભારે પવન, ગાજવીજ અને વરસાદ સાથે વાતાવરણ પલટાયું છે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે અને કરા પણ પડ્યા છે.

અમદાવાદ શહેરમાં હવામાનના પલટાની શું અસર થઈ છે?

અમદાવાદના ઈસ્કોન, SG હાઈવે, ગોતા, સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો, જેનાથી દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો.

મહીસાગર જિલ્લામાં વાતાવરણના પલટાની શું અસર થઈ છે?

મહીસાગર જિલ્લાના અનેક પંથકોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. આના કારણે સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

અરવલ્લી જિલ્લામાં હવામાનના ફેરફારની સૌથી ખરાબ સ્થિતિ ક્યાં જોવા મળી?

અરવલ્લીના ભિલોડા તાલુકાના મણીનગરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. મોડાસા, માલપુર અને શામળાજીમાં ભારે પવન ફૂંકાતા વીજળી ગુલ થઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
Embed widget