Gujarat Weather Update: સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આભમાંથી જાણે અગન વર્ષાઓ વરસી રહી છે.  આજે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. આજે અમદાવાદમાં પહેલીવાર ગરમીનો પારો 45 ડિગ્રીઓ પહોંચ્યો છે.

 

 


આ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો સ્વિમિંગ પૂલનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદના રાજપથ ક્લબમાં મેમ્બર્સ કાળઝાળ ગરમીથી બચવા માટે સ્વિમિંગ પૂલમાં આવતા હોય છે. ગરમી એટલી અસહ્ય છે કે લોકો ઘરની બહાર નીકળતા 100 વાર વિચાર કરે છે.

 

તો બીજી તરફ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગત રોજ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતું. ગત રોજ કંડલા અને દિવમાં હિટવેવ જોવા મળી હતી. અમદાવાદમાં આજે એક દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે અને આજથી તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટાડો થશે.

 

આગામી ત્રણ દિવસ અમદાવાદીઓને ગરમીથી આંશિક રાહત મળશે. 15 મેના રોજ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 મેં ના રોજ ગરમીમાં સતત ઘટાડો થશે. 16 મે ના રોજ મહત્તમ 42 ડીગ્રી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 17 મેના રોજ પણ મહત્તમ 42 ડીગ્રી સાથે યલો એલર્ટ અપાયું છે.


રાજયમાં હિટવેવની આગાહી


હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમીની સ્થિતિ યથાવત રહેશે,.જો કે 24 કલાક બાદ 2થી4 ડિગ્રી તાપમાનમાં ધટાડો થઇ શકે છે.  બેથી ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ગરમીથી આંશિક રાહત અનુભવાશે.  


હિટવેવની શક્યતાને જોતા હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં કેટલાક શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતો લોકો ગરમીથી ત્રાહિમામ થઇ ગયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, અમદાવાદ, જૂનાગઢ અને સુરતમાં હિટવેવના કારણે આકરા તાપથી લોકો પરેશાન છે.