Gujarat Weather Update: હજુ 5 દિવસ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. કચ્છમાં કોલ્ડ વેવની સંભાવના છે. લિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. તો 5 શહેરોમાં તાપમાન નોંધાયુ 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઉત્તર પશ્ચિમ ઉત્તર તરફના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે.
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આજે પણ કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ભૂજ અને ડીસામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો હતો તો અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
દિલ્લીમાં કોલ્ડવેવ
દિલ્હી-એનસીઆરના લોકોને ઠંડીથી થોડી રાહત મળી હતી કે ફરી એકવાર હવામાન વિભાગે કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સોમવારથી બુધવાર એટલે કે 16 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી રાજધાનીમાં ઘણી જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના અંદાજ મુજબ, આયાનગર અને રિજમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે અને સફદરજંગમાં તે 4 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
આ સાથે, હવામાન વિભાગે મંગળવાર (17 જાન્યુઆરી) થી શુક્રવાર (20 જાન્યુઆરી) સુધી કોલ્ડ વેવની સ્થિતિ અને ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ મહિનામાં અત્યાર સુધી સતત પાંચ દિવસ સુધી દિલ્હીમાં શીત લહેર નોંધાઈ છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થવા જઈ રહી છે. આ જ કારણ છે કે દિલ્હી ફરી એકવાર ઠંડીની લપેટમાં આવશે.
દિલ્હીમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
દિલ્હીમાં 5 જાન્યુઆરીથી સતત પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ નોંધાયું હતું, જે આ દાયકામાં સૌથી વધુ છે. કોલ્ડ વેવના મામલામાં દિલ્હીએ 2013નો રેકોર્ડ પણ તોડ્યો છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાવાને કારણે દિલ્હીના લોકોને થોડા દિવસો માટે રાહત મળી હતી.
રાજસ્થાનના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન
રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં શનિવારે માઈનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ચુરુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.7 ડિગ્રી સેલ્સિયસ હતું. 2 જાન્યુઆરી, 2014 પછી ફતેહપુરમાં આ મહિનાનું આ બીજું સૌથી નીચું તાપમાન છે, જ્યારે તાપમાન માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.