Gujarat Weather Update: હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસમાં ગરમીના પારામાં વધારો થશે. 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદની કોઈ આગાહી નથી, 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. કચ્છમાં કેટલાક સ્થળે હિટવેવની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 37 ડિગ્રી જશે ત્યારે હિટવેવ થશે, ભુજમાં 39 ડિગ્રી થી 40 ડિગ્રી તાપમાન પહોંચશે. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે, માવઠાને લઈ ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર થશે. ખેડૂતે પાણી પીવડાવવું અને અન્ય ખેતી લક્ષી બાબતે ધ્યાન રાખવું. માર્ચમાં વરસાદ નથી હોતો પરંતુ એપ્રિલમાં રહે છે,  હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ નોંધાઇ રહ્યો છે.


માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન ?


13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટશે, જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે. ડબલ સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ રહી શકે છે.


હોળીના દિવસે જ પડ્યો વરસાદ, કેવું રહેશે ચોમાસું ?


હોળીના દિવસે જ વરસાદ પડયો હોય તેવું 100 કરતાં વધુ વર્ષ બાદ પ્રથમ વાર બન્યું હોવાનું મનાય છે. હોળીના દિવસે જ વરસાદ પડતાં આ વખતે ચોમાસું અણધાર્યું રહેશે તેવી જ્યોતિષીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે. શાસ્ત્રવિદોના મતે એવો કઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી કે હોળીના દિવસે વરસાદ આવે તો કંઈ મોટું ભયંકર અશુભ થાય. પરંતુ હોળી  પ્રાગટયના તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે.  તેમાં કંઈક વિક્ષેપ પડયો  હોય તેવું જરૃર માની શકાય. પરંતુ કંઈ મોટું અશુભ થાય તેવું માની કોઈ અંધશ્રદ્ધામાં માનવું નહીં. જ્યોતિષીના જણાવ્યા મુજબ, 'હોળીની જ્વાળા વાયવ્ય દિશાની હોવાથી આ વર્ષે વરસાદની સિઝન શરૃ થતા પહેલા જ વાવાઝોડાના, ચોમાસાની શરૃઆત વહેલી થઇ જવાના સંકેતો આપે છે. એકંદરે ચોમાસા દરમિયાન વરસાદ પુરો થશે. પરંતુ વચ્ચે વચ્ચે રોકાઈ જશે ક્યારેક ગાજવીજ સાથે ભારે વવરસાદ આવશે. નાના-મોટા સાયકલોનો તોફાનો આવી શકે છે. '