Gujarat Weather Update: આગામી 5 દિવસ ઠંડીને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. જેની અસર આજે સવારથી જ જોવા મળી રહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે તાપમાનનો પારો ગગડી ગયો છે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. 2 થી 6 ડિગ્રી આવતીકાલે તાપમાન ઘટી શકે છે.



નલિયામાં 4.4 ડિગ્રી તાપમાન નોધાયું હતું.  તો બીજી ઉતરાયણને લઈને પવન સારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે. બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે. તો બીજી તરફ ભુજનો પારો પણ સિંગલ ડિજિટમાં 9.2 ડિગ્રી નોંધાયો છે.


 


બનાસકાંઠાના ડીસામાં તાપમાન 9.1 ડીગ્રી નોંધાયું છે. બે દિવસમાં પારો -8.7 ડીગ્રી ગગડયો છે. ઠંડીનો નવો રાઉન્ડ થયો શરૂ થયો છે. હાર્ડ થીજાવતી ઠંડીની અસર જન જીવન પર જોવા મળી રહી છે. ઉત્તરાયણ દિવસે પતંગ રસિયાઓ ઠંડીમાં ઠુઠવાયા છે.


હજુ પણ રહેશે ઠંડીનો ચમકારો


દેશમાં ફરી એકવાર શીતલહેર પ્રસરવાની આગાહી કરવામા આવી છે, આ વખતે હવામાના ખાતાએ મોટી આગાહી કરતા કહ્યું છે કે દેશભરમાં અમૂક વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો પારો નીચો જઇ શકે છે. દિલ્હી NCRમાં ઠંડી વધારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બહુ જલદી શીતલહેરની નવી સિઝનની શરૂઆત થવા જઇ રહી ચે.  હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશમાં તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની સંભાવના છે. આ પછી કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે.


આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ન્યૂયનત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનું નીચુ જવાની સંભાવના છે, આ પછી કોઇ મોટા ફેરફાર નહીં જોવા મળે. આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં ન્યૂયનત્તમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. હવામાન વિભાગ અનુસાર, 14-17 જાન્યુઆરીએ ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને 14-15 જાન્યુઆરી દરમિયાન આંતરિક કર્ણાટકમાં અલગ અલગ હિસ્સોમાં શીતલહેર પ્રસરી શકે છે.