શોધખોળ કરો

Gujarat Weather Update: 19 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો, જાણો ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

Gujarat Weather Update: ભારતીય હવામાન વિભાગે 2 દિવસ બાદ એટલે કે 19 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી કરતા કમોસમી વરસાદની આગાહી કરી છે 19થી21 એપ્રિલ સુધી છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે.

Weather forecast: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા  મળશે અને તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે. 19થી 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે, અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે

નોંધિનિય છે કે.  ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં   ઘટાડો થશે.  19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે.  અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે. 

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને  કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19થી 21 દરમિયા કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે. 

19 તારીખે શરૂ થઇ રહેલા માવઠાના રાઉન્ડમાં જૂનાગઢ,ભાવનગર,  બોટાગ,  અમેરલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા,વાવ, પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ સાથે મહારાષ્ટ્ના મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે. 

19 એપ્રિલે કયાં પડશે વરસાદ 

દીવ, ગીર સોમાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,  બોટદા,, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરંબદર, જામનગર. મોરબી, અમદાવાદ, ણંદ. ખેડા સુરત વલસાડ,, દમણ દાદરા નગર હવેલી, પંચમહાલ, પાટણ, વાવ થરાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. 19 એપ્રિલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. જો કે 19 એપ્રિલ બાદ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને 21 એપ્રિલ બાદ  ફરી તાપમાનનો પારો ઊંચે જતાં ગરમીનો અનુભવ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે 
અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે 
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

Embed widget