નવી દિલ્હીઃ હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્ધારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા, ઐશ્વર્યા મજમૂદાર, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે 23 જૂલાઇના રોજ ભાજપમાં જોડાઇ હતી.
ભાજપમાં જોડાયા બાદ કિંજલ દવેએ કહ્યું હતું કે, હું ફક્ત વડાપ્રધાન મોદી, વિજય રૂપાણી અને જીતુ વાઘાણી માટે ગીતો ગાઉં એવું જરૂરી નથી. જો કોગ્રેસ પણ જો મને કોઇ કાર્યક્રમમાં બોલાવશે તો હું ચોક્કસથી જઇશ કારણ કે તે મારી પ્રોફેશનલ કાર્યક્રમ છે.
કિંજલે કહ્યું કે, સદસ્ય થવું અને રાજકારણમાં આવવું એ અલગ વસ્તુ છે. કોઇ વ્યક્તિને સપોર્ટ કરવો એ અલગ વસ્તુ છે. કોઇ પાર્ટીમાં સતાવાર રીતે જોડાવું એ પણ અલગ છે. હાલમાં હું ફક્ત ભાજપની સદસ્ય બની છું. જો હું ભાજપમાંથી ચૂંટણી લડતી હોઉં તો કોગ્રેસનું નામ નહી લઉં એમ કહી શકું. જેથી એવુ નથી કે હું ફક્ત ભાજપ માટે જ ગાઇશ. મને ભાજપની કાર્યશૈલી ગમે છે જેથી એને સપોર્ટ કરવા માટે જોડાઇશું નહી કે અન્ય પાર્ટીનો વિરોધ કરવા માટે.