ગાંધીનગરઃ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાની સારવાર દરમિયાન આજે યુએમ મહેતા હૉસ્પીટલમાં નિધન થયુ છે. ગત 20મી ઓક્ટોબરે તેમને કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણેક દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હૉસ્પીટલે પુષ્ટી કરી છે.
તેમના નિધનથી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. નોંધનીય છે કે હજુ 25મી ઓક્ટોબરે જ તેમના મોટા ભાઇ મહેશ કનોડિયાનુ નિધન થયુ હતુ, આમ એક જ અઠવાડિયમાં બન્ને ભાઇઓના મોતથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
માહિતી પ્રમાણે, ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ આજે સવારે 9.30 થી 10 વાગ્યાના સમયે નિધન થયુ હતુ, આ વાતની જાણ યુએન મહેતા હૉસ્પીટલે કરી હતી. કોરોના સામે ઝઝૂમી રહેલા અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બે પહેલા તેમના મોટા ભાઇ અને ગાયક મહેશ કનોડિયાનુ પણ નિધન થયુ હોવાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.