New Year: ગુજરાતીઓ માટે આજથી નવુ વર્ષ શરૂ થયુ છે, વિક્રમ સંવત પ્રમાણે, આજથી 2082ના વર્ષમાં પ્રવેશ થયો છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફ જવાની પ્રેરણા આપે છે. આ પ્રેરણા સાથે ગુજરાત ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સકારાત્મક દ્રષ્ટિકોણથી વિકાસ તરફની ઊર્ધ્વગતિ કરી રહ્યું છે.

Continues below advertisement


CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ 
આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે, વિક્રમ સંવત 2082 ના મંગલ પ્રારંભે ગુજરાતના નાગરિકોને અને વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અને પરિવારમાં નવો ઉત્સાહ, શાંતિ, સુખ-સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમનું સિંચન કરે. ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સદૈવ જળવાઈ રહે અને રાજ્ય પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી મંગલ કામના.


CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, નવા વર્ષના શુભ અવસરે આપણે સૌ 'સ્વદેશી અભિયાન' ને વધુ બળ આપવાનો સંકલ્પ લઈએ. આવો, સ્વદેશી ઉત્પાદનો અપનાવીને ગુજરાત અને દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં સક્રિય યોગદાન આપી, સમૃદ્ધ રાજ્ય અને શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.






આજે બેસતા વર્ષના દિવસે PM નરેન્દ્ર મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ દેશવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોને નુતન વર્ષની શુભકામના પાઠવી છે.