ગાંધીનગર: 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં હતા, આ પ્રશ્નો વણઉકેલ્યો જ રહ્યો અને સરકાર 2100 કર્મીને છુટા કરતા આંદોલન સમટાઇ ગયું અને આંદોલનકારી ફરજ પર પરત ફર્યાં પરંતુ આ આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્યકર્મીને હૈયાધારણા આપી છે. આ મામલે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય કર્મચારીઓની માગણી મુદ્દે વિચારણા ચાલી રહી છે.એપ્રિલમાં વાતચીત કરવાની અગાઉ જ ખાતરી અપાઈ હતી. ક્યાંય ગેરસમજના કારણે કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને પ્રશ્નનો ઉકેલ લવાશે.
ઉલ્લખનિય છે કે, રાજ્યના આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને આંદોલન કરી રહ્યાં હતા. બહુ લાંબી હડતાળ બાદ કેટલાક કર્મીને છૂટા કરાયા છે તો કેટલાક ફરજ પર પરત ફર્યાં હતા. આરોગ્ય કર્મીન પ્રશ્નોમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, તાલુકા સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરની ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે. આ ઉપરાંત ખાતાકિય પરીક્ષામાંથી મુક્તિની માંગણી કરાઇ છે.
ઉલ્લેખનિ છે કે, સાબરકાંઠા જિલ્લામાં પણ 700 પંચાયત આરોગ્ય કર્મચારીઓને આંદોલન દરમિયાન છૂટ્ટા કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે આ જિલ્લામાંથી પણ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા.પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ યોજી હતી.હડતાળમાં જોડાયેલા 700 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. છે અને 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમરેલીમાં આરોગ્ય વિભાગના 251 કર્મચારીને સરકારે છૂટ્ટા કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, સરાકરે FHW અને MPHW કર્મચારીઓને છૂટ્ટા કર્યાં છે કેટલાક કર્મીઓએ પરીક્ષાઓ પાસ ન કર હોવાથી અયોગ્ય ગણીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં સરકારના આ નિર્ણયને આક્રોશ છે
તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ સતત આ કર્મીઓનું સમર્થન કરી રહી છે. વિધાનસભામાં પણ કર્મચારીઓની પડતર માંગણીનો મુદ્દો ગૂંજ્યો હતો. . કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજ્ય સરકાર કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે તેવી વિમલ ચુડાસમાએ માંગ કરી હતી.