Morbi News:  રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગરમી વધવાની સાથે હાર્ટ એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે. મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. રમેશભાઈ જેસંગભાઈ બાલાસરા(ઉ.૩૮) ને એટેક આવતા મોત થયું હતું. મૃતક ટંકારાના રાજાવડ ગામે રહેતા હતા. રમેશભાઈ મોરબીના નાગડાવાસ ગામે ક્રિકેટ રમવા માટે ગયા હતા, ત્યાંથી પરત આવતા સમયે વીરપર ગામ નજીક છાતીમાં દુખાવો થતા મોત થયું હતું.


આ પહેલા તાજેતરમાં મોરબી જિલ્લામાં એક સપ્તાહમાં બે લોકોના ઊંઘમાં મોત થવાની ઘટના સામે આવી હતી. મૃતક બંને યુવકની તબિયત રાત્રે સુતા હતા ત્યાં સુધી સામાન્ય જ હતી. જોકે અચાનક ઊંઘમાં કઈ રીતે મોત થયું તે સામે આવી શક્યું નથી. તેમાં પણ માંડલ પાસે જે યુવકનું મોત થયું તેની ઉમર પણ માત્ર 22 વર્ષ જ તો  શું બન્ને મોત હાર્ટ એટેક થી જ થયા છે કે અન્ય કોઈ બીમારી જવાબદાર તે એક સવાલ  છે. મોરબીના માંડલ ગામની સીમ સિમોલા સીરામીકમાં વિનય એસ/ઓ સુભાષ યાદવ કામ કરતા હતા.તે મુળ ઉતર પ્રદેશના વતની હતા. ધંધા રોજગાર માટે તે મોરબી ના સિરામિક કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સવારના સમયે સુઈ ગયો હતો જયારે સાંજના સમયે તેને ઉઠાડતા તે કોઈ કારણસર ન ઉઠતા તેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ બાદ ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ત્યાં ફરજ પરના ડોકટર વાય એન  ફૂલતરીયા એ આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.