શોધખોળ કરો

Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માર્ચમાં દીવમાં 100 વર્ષનો રેકોર્ડ તોડી 41.3 ડિગ્રી ગરમી.
  • રાજકોટ, સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી સુધી તાપમાન, રેડ એલર્ટ.
  • અમદાવાદમાં 41.2 ડિગ્રી, ત્રણ દિવસ બાદ રાહતની આશા.

Gujarat Weather update: હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ  રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.  દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.  ગઈકાલે દીવમાં નોંધાયું હતું 41.3 ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. 

રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે.  જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. 

આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ રહેશે

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જોવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ  તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. 

અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન

મંગળવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું. જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો છે. આગામી ત્રણ દિવસ ગરમીના પ્રકોપ બાદ  તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.  અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી જેટલુ ઊંચુ નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવાની સૂચના આપી દીધી છે.

13 માર્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ,15 માર્ચ સુધી રાજ્યમાં આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય તેવી ગરમી પડશે. આ વિસ્તારોમાં બપોરના સમયે લૂ વાગવાના કિસ્સા વધી શકે છે, તેથી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અને સતત પાણી કે છાશ પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat local body elections: ચૂંટણી પ્રચારમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન, રાજકીય વિવાદ થવાની શક્યતા
Gujarat local body elections: ચૂંટણી પ્રચારમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન, રાજકીય વિવાદ થવાની શક્યતા
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ
Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ
Surendranagar: સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત
Surendranagar: સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એપ્રિલમાં અગનવર્ષા
Hun To Bolish : હું તો બોલીશ : નીતિ-રીતિથી નારાજ?
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
US-ઈરાન વાતચીત ફેલ થતા બજારમાં હાહાકાર! સોના-ચાંદીમાં કડાકો, ફરી વધી તેલની કિંમત 
US-ઈરાન વાતચીત ફેલ થતા બજારમાં હાહાકાર! સોના-ચાંદીમાં કડાકો, ફરી વધી તેલની કિંમત 
Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ
Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Surendranagar: સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત
Surendranagar: સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, ઘટનાસ્થળે જ સાતના કમકમાટીભર્યા મોત
Silver Price Crash: અચાનક ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 6000 રૂપિયા થઈ સસ્તી
Silver Price Crash: અચાનક ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 6000 રૂપિયા થઈ સસ્તી
હવે ઈન્ટરનેટ વિના ચાલશે AI! શાનદાર છે ગૂગલની આ નવી એપ
હવે ઈન્ટરનેટ વિના ચાલશે AI! શાનદાર છે ગૂગલની આ નવી એપ
Embed widget