શોધખોળ કરો

Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ

Gujarat Weather Update: રાજ્યમાંથી ધીરે ધીરે શિયાળો હવે વિદાય લઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Weather Update:ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ફેબ્રુઆરીના મધ્યથી ગરમીનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા સપ્તાહથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીથી ઊંચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 5 માર્ચ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 10 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટાના કોઇ અનુમાન નથી. જેથી ખેડૂત માટે રાહતના સમાચાર છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની કોઇ શકયતા નથી. આગામી 10 દિવસ ઉત્તરોતર ગરમી વધવાનું અનુમાન છે. ગઇ કાલે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ, રાજકોટ, ભૂજમાં નોંધાયું. અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય જિલ્લાના તાપમાન પર નજર કરીએ..
અમદાવાદ- 36
રાજકોટ -36
ભૂજ- 36
વડોદરા -35
અમરેલી - 35
દાહોદ -33
ગાંધીનગર - 35
કંડલા - 35
ડીસા - 35

હવામાન વિભાગે આગામી 2 દિવસ આકરી ગરમીનું એલર્ટ આપ્યું છે. 2 દિવસ બાદ ગરમીમાં  વધારો થશે.તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થતા ગરમી વધશે. આગામી 2 દિવસ ગરમીનો પારો 37થી 39 ડિગ્રી સુધી વધીને પહોંચી શકે છે. અમદાવાદનું મહત્તમ 35.7 ડિગ્રી નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગરમીનો  અનુભવ થશે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે.બદલાતા હવામાનને લઇને અંબાબાલ પટેલે જણાવ્યું કે,આજથી 28 ફેબ્રુઆરી અને પહેલી માર્ચે હવામાનમાં   પલટો આવશે.,  18 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમી પડશે. એપ્રિલ મહિનામાં ખુબ ગરમી પડશે. એપ્રિલમાં રાજ્યમાં તાપમાનનો પારો  45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.  

અન્ય રાજ્યોના હવામાનની વાત કરીએ તો  બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે, 27-28 ફેબ્રુઆરી અને 2 થી 4 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 27-28 ફેબ્રુઆરીએ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં ગરમી વધશે
રાજધાની દિલ્હીની વાત કરીએ તો આજ, શુક્રવાર (27 ફેબ્રુઆરી) થી માર્ચની શરૂઆત સુધી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન તાપમાન વધશે, જે 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. જોકે, સવારે હળવું ધુમ્મસ પણ દેખાઈ શકે છે.                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget