Weather Forecast:માર્ચના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હિટ વેવની આગાહી સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ત્રણ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે.
ભુજમાં 41.6, રાજકોટમાં 41.1, સુરેંદ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આજે ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગન અનુમાન મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ ઉકળાટ અનુભવાશે.અમદાવાદ,ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થશે.
ગરમી કેમ વધી રહી છે?
અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે. સમુદ્રનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. જે રીતે 2023 પછી 2024માં દરિયાની સપાટીના તાપમાનમાં વિક્રમી વધારો થયો છે, તે અપેક્ષાઓ કરતાં વધી ગયો છે. જો કે, તેની પાછળનું કારણ સમજવા માટે સઘન સંશોધન કરવામાં આવી રહ્યું છે.
ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, બર્કલેના પૃથ્વી વૈજ્ઞાનિક જેકે હોસફાધરના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ, જૂન અને મે પછી ફેબ્રુઆરી સૌથી ગરમ રહેવાનો છે. તાજેતરના અઠવાડિયામાં તાપમાનમાં વધારો પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધુ હોઈ શકે છે.
અલ નિનો શું છે?
અલ નીનો અસર એ એક ખાસ હવામાન ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે મધ્ય અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા વધારે હોય છે. જો સરળ ભાષામાં સમજીએ તો આ અસરને કારણે તાપમાનમાં નોંધપાત્ર વધારો થાય છે. આના કારણે પશ્ચિમ પેસિફિકમાં ગરમ પાણી વિષુવવૃત્ત સાથે પૂર્વ તરફ જવાનું શરૂ કરે છે, જે ભારતના હવામાનને અસર કરે છે. આવી સ્થિતિમાં, દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ભયંકર ગરમીનો સામનો કરવો પડે છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાવા લાગે છે. ભારત પણ આ ક્ષેત્રમાં છે, તેથી અલ નીનોની અસરને કારણે અહીં ગરમી વધે છે.