Heatwave Alert: રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. મે મહિનામાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમી સતત વધી રહી છે. તાજા આંકડા પ્રમાણે, સતત બીજા દિવસે સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યુ છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરતાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. 

રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત્ છે, આજે ફરી એકવાર અસહ્ય ગરમીના કારણો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમી સુરેન્દ્રનગર ફરી એકવાર શેકાયુ છે. તાજા આંકડા પ્રમાણે, ગઇકાલે 44 ડિગ્રી તામાન સાથે સુરેન્દ્રનગર બીજા દિવસે પણ હોટેસ્ટ સીટી બન્યુ છે. આ ઉપરાંત 43.6 ડિગ્રી તાપમાનથી અમદાવાદ પણ ગરમીમાં શેકાયું છે. ગઇકાલે રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજ્યમાં આઠ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 

Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ હીટવેવની ગંભીર અસરો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું. હીટ સ્ટ્રોકથી બચવા માટે સતત પાણી પીવું, છાશ અને લીંબુ શરબત જેવા કુદરતી પેય પદાર્થોનું સેવન કરવું અને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. આગામી થોડા દિવસો સુધી ગરમીનું આ મોજું યથાવત રહેવાની શક્યતા છે.