શોધખોળ કરો

Weather Forecast: આકાશમાંથી વરસશે અગનવર્ષા, અંબાલાલની હિટવેવની ચેતવણી

Weather Forecast: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે યૂપી, ગુજરાત મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ હજુ પણ ભીષણ ગરમીનું એલર્ટ આપ્યું છે. અંબાલાલે પણ હિટવેવનું એલર્ટ આપ્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના તમામ ઝોનમાં આકરી ગરમી પડી શકે છે.. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.. 12 મે સુધી રાજ્યના નાગરિકોને તાપનું ટોર્ચર સહન કરવાનો વારો આવશે.. જો કે અંબાલાલ પટેલનું એવુ પણ અનુમાન છે કે 15 મે બાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે.. 12 મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે.. અને 15 મેથી 23 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.. જેનાથી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ પણ વરસી શકે છે.. 

આ પણ વાંચો:Weather: રાજ્યમાં પાંચ દિવસ માટે કાળઝાળ ગરમીનું એલર્ટ, 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગે રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની  આગાહી વ્યક્ત કરી છે.  10 મેથી એટલે કે કાલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.. કચ્છ-સૌરાષ્ટ્રમાં 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે.. આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે તો ઉત્તર ગુજરાતના પાટણ,બનાસકાંઠા, મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.  આકરી ગરમીને પગલે હવામાન વિભાગે બપોરના સમયે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.. 

 અન્ય રાજ્યોની વાત કરીએ છે તો રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નબળી પડતાં, ગરમી ફરી એકવાર તીવ્ર બની રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધુ વધશે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું મોજું તીવ્ર રહેવાની શક્યતા છે.હવામાન વિભાગે શનિવારે જેસલમેર, જોધપુર અને બાડમેર જિલ્લાઓ માટે હીટવેવ એલર્ટ જારી કર્યું છે, જ્યારે ભરતપુર, ધોલપુર, કરૌલી અને અલવરના આસપાસના વિસ્તારો માટે વાવાઝોડા અને હળવા વરસાદ માટે પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગે દિલ્હી માટે આગાહી જાહેર કરી છે કે હાલ વરસાદની કોઈ શક્યતા નથી અને લૂ જેવી ગરમ પવનો ફૂંકાવાની સંભાવના છે. શુક્રવાર (8 મે)ના દિવસે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ શનિવાર (9 મે)ના રોજ દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી વચ્ચે અને મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. આ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાક રહી શકે છે

Frequently Asked Questions

આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી કેટલી વધશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી તાપમાનમાં વધારો નોંધાશે અને સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થશે.

તાપમાનમાં ઘટાડો ક્યારે જોવા મળી શકે છે?

15 મે બાદ પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે શું ચેતવણી આપવામાં આવી છે?

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા સૂચવવામાં આવ્યું છે.

અમદાવાદમાં હાલ તાપમાન કેટલું છે અને લોકોને શું સલાહ આપવામાં આવી છે?

અમદાવાદમાં આજે 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
Embed widget