Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા  સક્રિય બનતા હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના 26 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.                                         

Continues below advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે.

હવામાન વિભાગે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. સ્થાનિક તંત્રને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. આગામી કલાકોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.