Paresh Goswami's rain forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં હાલ સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર-પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે. આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે એકાદ-બે સેન્ટરમાં ભારે વરસાદની સંભાવના છે.

Continues below advertisement

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. 24 ઓગસ્ટની મોડી રાત સુધીમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં 3 થી 5 ઇંચ વરસાદની અપેક્ષા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં 2 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ભલે રાજસ્થાન તરફ ફંટાઈ હોય, પરંતુ તેની અસરને કારણે ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ ચાલુ રહેશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ

Continues below advertisement

ગોસ્વામીના મતે, 24 ઓગસ્ટની રાત્રે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને વાપી જિલ્લામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. કેટલાક સેન્ટરોમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતા છે. જ્યારે ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં 1 થી 2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. મધ્યપ્રદેશની નજીકના મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં 2 થી 5 ઇંચ વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે, જેમાં એકાદ-બે સેન્ટરમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે છે. આ ત્રણ જિલ્લા ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના ઉત્તરીય ભાગોમાં પણ સારો વરસાદ થવાની અપેક્ષા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ થશે, જ્યારે કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ

મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા અને વિરમગામ જેવા વિસ્તારોમાં 24 ઓગસ્ટની મોડી રાત સુધીમાં 1 થી 2 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના લગભગ તમામ વિસ્તારોમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની સંભાવના છે. બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ સુધીનો મધ્યમ વરસાદ પડી શકે છે.