Rain Forecast: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું (monsoon) પૂરજોશમાં સક્રિય  છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉતરાખંડમાં કેટલીક જગ્યા વરસાદ (rain) આફતરૂપ બન્યો છે.  તો દિલ્લીમાં ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન છે. ગુજરાત રાજ્યમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનને બાદ કરતા અનેક સ્થળો કાળઝાળ ગરમી પડી રહી છે.. તેનાથી વિપરિત, પૂર્વીય યુપી અને પહાડોમાં દરરોજ ભારે વરસાદ (rain) થઈ રહ્યો છે. ચાલો જાણીએ ગુજરાત સહિતના રાજ્યમાં કેવું રહશે હવમાન


ગુજરાતના પોરબંદરમાં ગુરુવાર-શુક્રવારે 36 કલાકમાં 565 મીમી વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે (Meteorological Department) આજે પણ અહીં ભારે વરસાદની (heavy rain) ચેતવણી જાહેર  કરી છે.


બીજી તરફ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઘાઘરા નદીનું જળસ્તર અચાનક વધવાને કારણે ખેતરોમાં કામ કરી રહેલા 100 જેટલા લોકો ફસાઈ ગયા. 3 કલાક બાદ તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.


અતિ ભારે વરસાદઃ ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.


ભારે વરસાદઃ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. .


ગુજરાતના પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદ આફતરૂપ બન્યો  છે.  ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હતા. ફાયર બ્રિગેડના જવાનો તેમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓપરેશનના પ્રથમ તબક્કામાં એક વિકલાંગ દંપતીને ઓટો રિક્ષામાંથી બહાર કાઢ્યું હતું. દંપતી ઓટોમાં મુસાફરી કરી રહ્યું હતું ત્યારે પોરબંદર આઈસ ફેક્ટરી પાસે ભારે વરસાદને કારણે તેઓ ઓટો રિક્ષામાં ફસાઈ ગયા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ દોરડા અને ટ્યુબની મદદથી છાતીના ઊંડા પાણીમાંથી તેમને બહાર કાઢ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદને જોતા સમગ્ર સૌરાષ્ટ્રમાં 22 જુલાઈ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


દેશના આ  રાજ્યોમાં વરસાદની આગાહી


દેશની વાત કરીએ તો દેશના 11થી વધુ રાજ્યોમાં આજે વરસાદ વરસી શકે છે,  માયાનગર મુંબઈમાં મધ્યમથી ભારેની શક્યતા છે તો તો દિલ્લી, યુપી,બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ,હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


આંધ્રપ્રદેશના એલુરુમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઇ જતાં વિદ્યાર્થી અને વાલી જીવ અદ્ધર  થઇ ગયા હતા. જો કે સ્થાનિક લોકોએ બસને ધક્કો મારીને પૂરના પાણીમાંથી બહાર કાઢી હતી. આ રીતે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ આબાદ બચાવ થયો હતો.  


છત્તીસગઢના બસ્તરમાં ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વૃક્ષો  જમીનદોસ્ત થયા હતા.  વૃક્ષો જમીનદોસ્ત થતા ચારથી પાંચ વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા.એક કલાક વરસેલા વરસાદથી  મધ્યપ્રદેશનું વિદિશા પણ પાણી પાણી થયું. રામલીલા મેદાન, મુખ્ય બજારો સહિત નીચાણવાળા કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા  રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.