Rain Forecast:હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાનની પેર્ટન બદલાઇ છે, બંગાળી ખાડીમાં સર્જયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધવાની સાથે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે.  અતિ ભારે વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.


ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર


હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે હવામાન વિભાગે અમરેલી,ભાવનગર,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે.                                                                                                                                                                                    


આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?   


ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે  ગીર સોમનાથ,જૂનાગઢ,પોરબંદર,રાજકોટ,દેવભૂમિ દ્વારકા,જામનગર, મોરબી,કચ્છ,સુરેન્દ્રનગર,બોટાદ,અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


રાજ્યના ડેમની શું છે સ્થિતિ


ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.


આ પણ વાંચો


Ahmedabad Rain: અમદાવાદમાં મેઘતાંડવ, વૃક્ષો ધરાશાયી, અનેક વિસ્તાર જળમગ્ન, રસ્તાઓ બ્લોક