Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 27 જૂન સુધી ભારે વરસાદનું અનુમાન છે. હાલ ગુજરાતના દક્ષિણ,પૂર્વ, ઉત્તર અને મધ્યમાં વાદળો છવાયેલા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 22થી 27 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે, ઉલ્લેખિયનિ છે કે હવામાન વિભાગની સ્પષ્ટતા મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાકમાં આ સમય દરમિયાન અતિ ભારે વરસાદ વરસીની શક્યતા છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

આજે ક્યાં જિલ્લામાં  પડશે વરસાદ

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના  જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ,સુરત,  ડાંગ,નવસારી,તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર ભારે વરસાદનું અનુમાન છે. દોહાદો અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે.  કચ્છમાં   ભૂજ અને આજુબાજુના વિસ્તારમાં સામાન્ય વરસાદનું વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

ક્યાં જિલ્લામાં અપાયું એલર્ટ

રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે.  આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ છે. બે કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદથી સુરત જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  નોંધનિય છે કે, સુરત શહેરમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 5.67 ઈંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. સુરત શહેરના તમામ વિસ્તારમાં  ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા છે. સુરતના અનેક માર્કેટોમાં પાણી પાણી થઇ ગઇ છે સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાતા  આ વિસ્તારની રસ્તો બ્લોક થઇ ગયો છે. અડાજણના એલપી સવાણી સર્કલ નજીક કેનાલ રોડ પર પાણી ભરાયા છે. વેડરોડ ખાતે આવેલી ધર્મનંદન ચોક ખાતે રસ્તા પર જ નદી ધસી આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

સુરતમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ,રાંદેર, અડાજણ,પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરી છે.સુરતના કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવીની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે.  અહીં  દર વર્ષે સર્વિસ રોડ પર   પાણી ભરાય છે.