છોટાઉદેપુર : રાજ્યમાં આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચોમાસું આ વર્ષે ખૂબ જ વહેલું છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  લાંબા વિરમ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. નગરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

કાગડી મહોલ્લા,  કસ્બા વિસ્તાર, ગુરુકૃપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદના પગલે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

આજે 5 જિલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે 14 તારીખ સોમવારના દિવસે 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  ખેડબ્રહ્મામાં સવા 2 ઈંચ, નવસારી શહેરમાં 1 ઈંચ, વડાલી તાલુકામાં અડધો ઈંચ, જલાલપોરમાં અડધો ઈંચ વરસાદ વરસાદ વરસ્યો છે.  સતલાસણામાં  4 ઈંચ, દાંતામાં 3.50 ઈંચ, બરવાળામાં 2.75 ઈંચ, ખંભાતમાં      2.75 ઈંચ,કપરાડામાં 2.50 ઈંચ, આણંદમાં 2 ઈંચ, નડિયાદમાં 2 ઈંચ, ઈડરમાં 1.75 ઈંચ, શિનોરમાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો છે.  

શેત્રુંજી ડેમ  ત્રીજી વખત ઓવરફ્લો થયો

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સિઝનનો સારો વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસતા શેત્રુંજી ડેમ  ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતા પાણી છોડાયું છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે.  ડેમમાંથી પાણી છોડાતા 17 ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

દાહોદ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. દાહોદ અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે. ઝાલોદના નાનસલાઇ, લીમડી, વરોડ ગામમાં ઉપરાંત ઝાલોદના કાળીમહુડી, દેપાડા, ખેડા સહીતના ગામમાં વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર અને વડાલીમાં સવારથી વરસાદ વરસ્યો, ખેડબ્રહ્મામાં સવારથી 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. રાધિવાડ, ગુંદેલ, આગિયા, ખેડબ્રહ્માના મેત્રાલ, પાદરડી સહિતના ગામમાં સારા  વરસાદ વરસ્યો છે. નેવી મેત્રાલ, અને રાધિવાડ કંપામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.  ભારે વરસાદથી સાબરકાંઠામાં ખેતરો પાણી પાણી થઇ ગયા હતા.