છોટાઉદેપુર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં  ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ભારે વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે વરસાદને પગલે  ઓરસંગ નદી બે કાંઠે થઈ છે. છોટા ઉદેપુરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે.  રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે વાહનો બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 


છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધીમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  વરસાદને લઇ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે  બાઇક સવાર અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. 


છોટાઉદેપુર  અને પાવીજેતપુરમાં બે કલાકમાં 2-2- ઇંચ વરસાદ ખાબક્યો હતો.  ભારે વરસાદને પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા.  છેલ્લા બે દિવસથી વરસાદી માહોલને લઈ ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છે.        


સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી   


હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું અનુમાન છે.        







દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વડોદરા અને ભરુચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.





 




3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસૂન ટ્રફ, ઑફસોર ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે.





 




દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.