Gujarat Rain Update: સાબરકાંઠા જિલ્લા પર મેઘરાજા મહેરબાન,ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ વરસ્યો
Gujarat Rain Update: સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain Update: સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થાય છે. સમગ્ર સાબરકાઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.સૌથી વઘુ વડાલીમાં 12.2 ઈંચ વરસ્યો છે. તો , ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ વરસાદ પડ્યો છે. મૂશળધાર વરસાદથી વડાલી, ખેડબ્રહ્મામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે વડાલીની ગૌવાવ નદીમાં નવા નીર આવ્યાં છે. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પણ નવા નીર આવતા બંને કાંઠે વહેતી થઇ છે.
હવામાન વિભાગની આગીહી મુજબ 22થી 24 તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિ વરસાદ વરસશે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં આજ સવારથી મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે. ધોધમાર વરસાદથી ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા નીર આવ્યાં છે. મહેસાણા-બનાસકાંઠા-પાટણની નદીઓમાં નવા નીરના વધામણા થતાં નદી બે કાંઠે વહી રહી છે.સતલાસણામાં ચેલાણા સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક થઇ છે.
મેઘરાજા બનાસકાંઠાને પણ ધમરોળી રહ્યાં છે. અહીં 24 કલાકમાં દાંતામાં સૌથી વધુ નવ ઈંચ વરસાદ વરસ્યો છે. નવ ઈંચ વરસાદથી દાંતામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે દાંતામાં હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ભરાયા પાણી ભરાયા છે. હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઇ છે. પાલનપુર, દાંતીવાડામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.
અમીરગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે.ઈકબાલગઢ APMCમાં ઘૂંટણસમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયા છે.
અરવલ્લીમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભિલોડા તાલુકાની 3 નદી હાથમતી, બુઢેલી, ઈંદ્રાસી નદી બે કાંઠે વહી રહી છે. સીઝનમાં પ્રથમ વખત નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ ખુશાલ છે.
24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ
- સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ વરસાદ
- ખેડબ્રહ્મામાં ખાબક્યો 10.3 ઈંચ વરસાદ
- બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો 8.9 ઈંચ વરસાદ
- ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ વરસાદ
- સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ
- ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ વરસાદ
- તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ વરસાદ
- દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ વરસાદ
- ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ વરસાદ
- ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ વરસાદ
- ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ વરસાદ
- મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ વરસાદ
- નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઈંચ વરસાદ
- માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ વરસાદ
- ભરૂચ, માણસામાં 1.3 ઈંચ વરસાદ
- પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ વરસાદ
- ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
- ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ




















