Lokmelo Bandh:સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે વરસાદને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.પોરબંદરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતાં લોકમેળો બંધ કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદે જન્માષ્ટમીના મેળાની મજા બગાડી છે.  ભારે વરસાદ  અને પવનના કારણે  મેળાના ટેન્ટ અને સ્ટોલ ધરાશાયી થાય હતા. આ તમામ પરિસ્થિતિને જોતા પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખે  મેળો સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તથા મેળા સમિતિએ બેઠક કરી અને ચર્ચા બાદ  પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે મેળા વિવિધ મંડપો ધરાશાયી થતાં ધંધાર્થીઓને મોટું નુક્સાન થયું છે. સમગ્ર પરિસ્થિતિને જોતા મેળાના ત્રીજા દિવસે મેળાને સંપૂર્ણ બંધ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.


બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર પહોંચી છે અને તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનનમાં ફેરવાઇ જતાં  વરસાદનું  (rain)નું રાજ્યમાં જોર વધ્યું છે આ સિસ્ટમ  મઘ્ય પ્રદેશ તથા રાજસ્થાન પર આવીને ખૂબ મજબૂત બનીને ગુજરાત પર પહોંચી ગઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં હવે અત્યંત ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. રાજ્યમાં ત્રણ સિસ્ટમના કારણે મોનસૂન સક્રિય બન્યું છે.  ડિપ્રેશન,મોન્સૂન ટ્રફ અને ઓફ શોર  ટ્રફના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે.


હવામાન વિભાગની (Meteorological Department) આગાહી  (forecast) મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ (rain)  પડશે. આજે પણ રાજ્યને મેઘરાજા ઘમરોળશે. કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ તો , તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  ઉત્તર ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.


કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર રેડ એલર્ટ કર્યુ છે.  બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદામાં અતિ ભારે વરસાદ  વરસી શકે છે,


મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ  આપવામાં આવ્યું છે.  તો દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ  વરસી શકે છે.  ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.