રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળપ્રલય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા  ઉપલેટના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ઉપલેટાનું ભીમોરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ધોધમાર વરસાદના કારણે ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. લાઠ, તલગણા અને ભીમોરા ગામ બેટમાં ફરવાય ગયા છે. 


રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે.  ઉપલેટાનું ભીમોરા ગામ  પાણી પાણી થયું છે. ભીમોરા ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસ્યા છે.  


ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે.  તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે. 


લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.  


રાજકોટના ધોરાજીમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.  ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ધોરાજીમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.