સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  જિલ્લાના મુખ્યમથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ,  વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો છે.  તલોદ શહેર અને તાલુકામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે.  2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા તલોદ પાણી-પાણી થયું  હતું.  તલોદના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા.  જેને લઈ રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 


હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગરના દલપુર, વમોજ,આગીઓલ સહિતના  ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. 


પાક લણણીના સમયે તલોદ તાલુકાના વાવડી,  ગોરા, આંજણા, વલીયમપુરા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. પ્રાંતિજ તાલુકાના રામપુરા,  આમોદરા, વાઘરોટા, મહાદેવપુરા, કાલીપુરા સહિતના ગામોમાં  વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેર અને તાલુકાના દલપુર, વમોજ,  આગીઓલ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.  


રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા,  અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.  વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.  


અમદાવાદમાં  19 ટકા વધુ વરસાદ વરસ્યો


સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં  28  ટકા વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 72 ટકા વધુ વરસાદ જ્યારે  અમદાવાદમાં  19 ટકા વધુ વરસાદ વરસ્યો છે. 


સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.


Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી