અમરેલી: ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 May 2020 05:38 PM (IST)
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભાના જીકીયાળી ગામમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. ખાંભા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકશાન જવાની ભીતિ છે. પવન સાથે ખાંભાના જીકીયાળીમાં વરસાદ પડતા શેરીઓમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં અચાનક કમોસમી વરસાદ વરસતા ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકશાનની ભીતિ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.