મહીસાગર: મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.  માંડવી બજાર,  હુસેની ચોક,  હાટડીયા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.  હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.  વરસાદને લઈ ખેડુતો ખુશ ખુશાલ થયા હતા. 


મહીસાગર જિલ્લાના લુણાવાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  લુણાવાડા શહેર તેમજ આસપાસના પવાપુર,  હરદાસપુર કોઠા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે.  કડાણા તાલુકામાં રાજસ્થાનના સરહદીય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.   


વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગે વરસાદની લઈને ફરી એક વખત આગાહી કરી છે.  રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 21 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં વરસાદ વરસશે.  




22 ઓગસ્ટના  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક હળવો વરસાદ રહેશે. મધ્ય પ્રદેશમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં હાલ સુધી 93.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 


વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી


હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.  પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમા બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે.  જેના કારણે ગુજરાત ઉપર 700 HPના મિડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે.  તેના કારણે 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામા 1 થી  4 ઈંચ જેટલો વરસાદ વરસશે. 


ગુજરાતમાં  20, 21, 22 ઓગ્સ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે.  છોટાઉદેપુર ,રાજપીપળા, દાહોદ , ગોધરા, અમદાવાદ , મહિસાગર , બરોડ , ગાંધીનગર અને ખેડામાં 1 થી 4 ઈંચ જેટલા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, વાપી , ડાંગ , તાપી, બિલીમોરા અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.   ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  23 તારીખથી મોન્સુન બ્રેક આવશે.