જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.   માંગરોળ પંથકમાં ભારે વરસાદ થતાં માંગરોળ કેશોદ હાઈવે બંધ થયો છે.  વલ્લભગઢના પાટીયા પાસે હાઇવે ઉપર પુરના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.  માંગરોળ પંથકમાં ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.  માંગરોળ કેશોદ હાઈવે બંધ થતાં ટ્રાફિક જામ થયો હતો. 




માંગરોળના શેરીયાઝ, શાપર, મકતુપુર, રહીજ, લોજ, ગોરેજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  જેતપુર - સોમનાથ નેશનલ હાઇવે પર ભારે વરસાદને કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. માળીયા હાટીના પંથકમાં વરસાદને કારણે ભુતનાથ નદી બે કાંઠે થઈ છે.


જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે.  જૂનાગઢ શહેરના જયશ્રી રોડ, તળાવ દરવાજા, વણઝારી ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કેશોદ શહેરના માંગરોળ રોડ, નવદુર્ગા મંદિર, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.   જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. 


ભારે વરસાદને કારણે જૂનાગઢના ધંધુસર ગામની નદીમાં પૂર આવ્યું છે. મૂશળધાર વરસાદને કારણે બજારોમાં પાણી ભરાયા હતા.  ભારે વરસાદ વરસતા માંગરોળ કેશોદ હાઈવે બંધ થયો હતો.  વલ્લભગઢના પાટીયા પાસે હાઇવે પર પાણી ફરી વળતા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.  


ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી


ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાજન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે.   ત્યારબાદ વરસાદ વિરામ લેશે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી મેઘરાજા મન મૂકીને વરસશે.  બુધવારથી મેઘરાજા ખમૈયા કરશે.  આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી હતી. આવતીકાલે સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પાટણ, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરામાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર  11 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં  ધોધમાર વરસાદ વરસી શકે છે.  


આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે.