હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ, છોટાઉદેપુર અને નવસારીમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. મોડી રાતે ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાતે બે વાગે છોટાઉદેપુરમાં અઢી ઈંચ, ક્વાંટમાં 3.6 ઈંચ, દાહોદમાં 2 કલાકમાં 2 ઈંચ અને નવસારીમાં પણ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
છોટાદેપુર જિલ્લામાં રાતે 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ક્વાંટમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાવીજેતપુર અને બોડેલીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
દાહોદ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદા પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. મોડી રાતે પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદ, લીબીડી, ઝાલોદ, ગલાલિયાવાડ, રળિયાતી, રાબડાલ સહિત આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો હતો.
મોડી રાતે નવસારી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.