ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 જિલ્લાના 29 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. તાપીના સોનગઢમાં અઢી ઈંચ જ્યારે નિઝરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ડાંગના સુબરીમાં 26 મીમી, નર્મદાના સગબરામાં 20 મીમી, તાપીના દોલવાનમાં 20 મીમી, અમરેલીના લાઠીમાં 18 મીમી, નર્મદાના દેડિયાપાડામાં 15 મીમી અને તાપીના કુકરમુન્દ્રામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ વિસ્તારમાં પડ્યો અઢી ઈંચ વરસાદ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2020 09:52 AM (IST)
ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -