નવરાત્રી દરમિાયન જ ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી સંભાવના છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવના છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને પગલે ખેલૈયા અને ગરબા આયોજકોમાં થોડો ખચકાટ જોવા મળ્યો છે. વરસાદની આગાહીને કારણે ગરબા આયોજકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ વખતે નવરાત્રી વરસાદ વિધ્ન બનશે તેવી જાણ થતાં ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. નવરાત્રીનું ટેન્શન તો લોકોને છે જ, સાથે ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.