હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉમરગામ અને દાદરાનગર હવેલીમાં 13-13 ઈંચ, વાપી-સેલવાસમાં 11 ઈંચ, ખેરગામ-ધરમપુરમાં 7 ઈંચ, પારડી 6.5 ઈંચ, વલસાડ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સમગ્ર જગ્યાએ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ પોતાના તાજેતરના બુલેટિનના દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવાનું અનુમાન છે.