Heavy Rain: ચોમાસું બરાબર જામ્યુ છે, મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે, ત્યારે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાક ભારે રહેશે, હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકી શકે છે. નિષ્ણાંતનું કહેવુ છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે.
વરસાદને લઇને ગુજરાત માટે મોટુ અપડેટ સામે આવ્યુ છે, ગુજરાતના જાણીતી આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં હવે આગામી 24 કલાક પાણી પાણી થઇ જશે. આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની પુરેપુરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે.
અંબાલાલ પટેલ આગાહી કરતાં જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. જેમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 15મી અને 16મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 17 થી 24 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ
રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે.