તો બીજા બાજુ અંબાજીમાં 2 કલાકમાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સિદ્ધપુરમાં સવા ઈંચ, મહેસાણા, વીસનગર તથા દાંતામાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણના પવનો પ્રવર્તી રહ્યા હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે.
બીજી બાજુ રવિવારે રાજ્યમાં 36.4 ડિગ્રી સાથે વડોદરા સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ 2 દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ વરસી શકે છે. જે ખેડૂતો માટે ચિંતાની બાબત છે.
નોંધનીય છે કે, ગઈકાલે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા,રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.