Weather Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં સામાન્ય તો  કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે  11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.

કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?              

  • પોરબંદર
  • જૂનાગઢ
  • અમરેલી
  • ભાવનગર
  • ગીર સોમનાથ
  • અરવલ્લી
  • મહીસાગર
  • દાહોદ
  • નવસારી
  • ડાંગ
  • વલસાડ
  • દીવ
  • દમણ
  • દાદરાનગર હવેલી
  •  

કયા જિલ્લામાં યલો એલર્ટ ? 

  • રાજકોટ
  • બોટાદ
  • સુરેન્દ્રનગર
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • સાબરકાંઠા
  • ખેડા
  • આણંદ
  • વડોદરા
  • પંચમહાલ
  • છોટા ઉદેપુર
  • ભરૂચ
  • નર્મદા
  • સુરત
  • તાપી

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.                        

19 જૂને ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે.  છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

ગુજરાતમાં ચોમાસાની બહુ સારી શરૂઆત થઇ છે.  અનેક  જગ્યાએ સારો વરસાદ થતાં નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે. રાજ્યના ડેમના જળસ્તર વિશે વાત કરીએ તો રાજ્યના 206 પૈકી 21 ડેમ હાઈએલર્ટ પર છે.  એલર્ટ અને વોર્નિંગ પર 90 ટકાથી વધુ ભરાયેલા સાત ડેમ છે તો 80થી 90 ટકા ભરાયેલા છ  હાઇએલર્ટ પર છે અને 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે. ગઇકાલે એટલે કે 17 જૂન મંગળવારના રોજ મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ અડધાથી સવા ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદમાં આગામી 24 કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.