રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી વીજ ફીડરોને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના 365 વીજ ફીડરો થયા બંધ, 283 વીજપોલને ભારે નુકસાન થયું છે.
365 વીજ ફીડરો પૈકી 290 ફીડરો ખેતીવાડીના બંધ થયા છે. જ્યારે જ્યોતિગ્રામ યોજનાના 65, શહેરી વિસ્તારના 10 ફીડરો બંધ થયા છે. રાજકોટ જિલ્લામાં જ્યોતિગ્રામ યોજનાના 28 વીજ ફીડરો બંધ છે તો એગ્રીકલ્ચરના 17 ફીડર ભારે વરસાદના કારણે બંધ છે. જૂનાગઢ જિલ્લામાં 21 વીજ ફીડરો થયા બંધ છે.
જામનગર જિલ્લામાં સૌથી વધુ 104 વીજ ફીડર બંધ છે. જામનગર શહેરમાં આઠ સ્થળે વીજ ફીડર બંધ છે જેમાં જામનગર જિલ્લામાં જ્યોતિગ્રામ યોજનાના 35 ફીડર બંધ છે. ભારે વરસાદથી જામનગર જિલ્લામાં 112 વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. રાજકોટ જિલ્લામાં 79 વીજપોલને વરસાદના કારણે નુકસાન થયું છે.
વરસાદ આગાહી
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.
ક્યા તાલુકામાં કેટલો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ