Weather Update:IMD મુજબ, 12 ઓગસ્ટથી પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે. 12 થી 16 ઓગસ્ટ, 2૦25 દરમિયાન મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.  13 ઓગસ્ટ, 2025 ના રોજ, ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે.

11 અને ૧૩ તારીખે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 10, 11, અને 14 તારીખે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થવાની શક્યતા છે; 13 અને 14 ઓગસ્ટે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 12 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ અને 12અને 1૩ ઓગસ્ટે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે.

16 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 થી 16 ઓગસ્ટ દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે; 15 અને 16 ઓગસ્ટે દક્ષિણ  કર્ણાટકમાં; 12,13, અને 16 ઓગસ્ટે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં; 14  અને 15 ઓગસ્ટે રાયલસીમામાં; 11-12 ઓગસ્ટ દરમિયાન તેલંગાણામાં; 14-16 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટકમાં, 14 અને 15 ઓગસ્ટે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આગામી 2  દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 40 -50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 ઓગસ્ટ સુધી ઝારખંડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની પણ આગાહી છે. IMD અનુસાર, 14 અને 16 ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે; 11-16  ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશમાં; 12, 15 અને 16 ઓગસ્ટે વિદર્ભમાં; 12 તારીખે છત્તીસગઢમાં; 11 તારીખે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં; 13 અને 14 ઓગસ્ટે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં; ૧૧-૧૩ ઓગસ્ટે બિહારમાં; 15 અને 16 ઓગસ્ટે ઓડિશામાં; 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ખૂબ ભારે વરસાદ પડી શકે છે; 13 અને 14 ઓગસ્ટે વિદર્ભમાં; 1૩-16 ઓગસ્ટે છત્તીસગઢમાં; 11  અને 12 ઓગસ્ટે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં; 12 અને 14 ઓગસ્ટ દરમિયાન ઓડિશામાં ખૂબ જ ભારે વરસાદની પણ આગાહી છે.