Rain Forecast: 26 જુલાઇથી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. હજું આગામી 2થી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 જુલાઇ સુધી રાજયના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસશે, 28 જુલાઇ સોમવાર એટલે કે આવતી કાલે ક્યાં જિલ્લામાં અતિ ભારે અને ક્યાં જિલ્લામાં ભારે વરસાદ વરસશે. જાણીએ અપડેટ્સ
કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
હવામાન વિભાગે આવતી કાલે આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ, અમદાવાદ, ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે. જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન છે.
24 કલાકમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ?
- વડગામ- 7.52 ઈંચ
- મોડાસા -6.2 ઈંચ
- તલોદ-5.5 ઈંચ
- સિદ્ધપુર-5.2 ઈંચ
- કપરાડા-5 ઈંચ
- દહેગામ-4.8 ઈંચ
- કઠલાલ -4.2 ઈંચ
- મહેસાણા-4 ઈંચ
- લુણાવાડા-4 ઈંચ
- ધરમપુર -3.8 ઈંચ
- પ્રાંતિજ-3.6 ઈંચ
- કડાણા- 3.6 ઈંચ
- ધનસુરા -3.6 ઈંચ
- સતલાસણા-3.5 ઈંચ
24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ
20 તાલુકામાં ત્રણથી આઠ ઈંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદમોડાસામાં 6.22, તલોદમાં 5.31 ટકા વરસાદ સિદ્ધપુરમાં 5.16, કપરાડામાં 4.92 ઈંચ વરસાદ દહેગામમાં ખાબક્યો 4.80 ઈંચ વરસાદ કઠલાલમાં 4.17 ઈંચ, મહેસાણામાં 3.98 ઈંચ વરસાદલુણાવાડામાં 3.90 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ વરસાદપ્રાંતિજમાં 3.66, કડાણામાં 3.58 ઈંચ વરસાદડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ વરસાદ સતલાસણામાં 3.31 ઈંચ, બાલાસિનોરમાં 3.31 ઈંચ વરસાદ વિરપુરમાં 3.27 ઈંચ, બાયડમાં 3.19 ઈંચ વરસાદ દાંતીવાડામાં 3.07 ઈંચ, ફતેપુરામાં 3.03 ઈંચ વરસાદ વિસનગરમાં 2.60 ઈંચ,પાલનપુરમાં 2.60 ઈંચ વરસાદમહુધામાં 2.48 ઈંચ, માલપુરમાં 2.48 ઈંચ વરસાદ